Paper Boat Drinks Best Digital Marketing Campaign

ડિજિટલ માર્કેટિંગ કંપનીઓ ગ્રાહકોને તેમના સ્પધકો સાથે આવતી રુકાવતો ને પાર કરવા સમયાંતરે આવતા બદલાવને પહોંચી વળવાની તાકાત આપે છે. દરેક વ્યક્તિ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ અને તેમના મોબાઈલ પર વધુ સમય પસાર કરતો હોવાથી આજે જાહેરાત કરવાની રીતમાં બદલાવ આવ્યો છે.આજે અલગ અલગ કંપનીઓ જાહેરાત ની અલગ અલગ રીતો નો ઉપયોગ કરીને પોતાની વસ્તુઓ માટે ની સારી એવી જાહેરાત બનાવી રહી છે. ડિજિટલ માર્કેટિંગથી જાહેરાત કરવાના પ્રકાર જોઈએ તો આપણે અમુક પ્રકારની રમુજી જાહેરાત, આઘાત આપનાર જાહેરાત, અમુક પ્રકારના લક્ષ્ય પ્રેક્ષકોને કેન્દ્રમાં રાખીને બનાવેલ જાહેરાત જોવા મળશે તેની સાથે નાનામાં નાની માહિતીને આવરી લેતી જાહેરાત પણ જોવા મળે છે. દરેક વ્યક્તિને કંઈકને કંઈક નવું જાણવું હોય છે, આ બ્લોગમાં અમે આપણા દેશની જ કંપની Paper Boat Drinks  દ્વારા કરવામાં આવેલ ડિજિટલ માર્કેટિંગ ઝુંબેશની વાત કરી છે. ચાલો તો જાણીએ Paper Boat Drinks કઈ રીતે ડિજિટલ માર્કેટિંગ કરીને પોતાની વસ્તુના વેચાણમાં વધારો કર્યો.

Paper boat drinks and memories

Paper Boat Drinks એ ભારતની એક લોકપ્રિય ડ્રીંક કંપની છે જેને કોઈ પરીચયની જરૂર નથી. આ કંપની બિન-વાયુમુક્ત પીણાં બનાવે છે અને તેમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તે ભારત સાથે સંકળાયેલ પરંપરાગત પીણાઓ જેવા કે આમ પન્ના, જલ જીરા વગેરે જેવા પીણાનું વેચાણ કરે છે. તેઓ તેમની ડિજિટલ ઝુંબેશ સાથે નવીનતા ધરાવે છે. તેમની એક મહત્વની ડિજિટલ માર્કેટિંગ ઝુંબેશ #FloatABoat એ સારી એવી સફળતા મેળવી હતી અને ખુબ જ વાયરલ થઈ હતી.

એપ્રિલ 2011માં ચાર મિત્રો નીરજ કક્કર, સુહાસ મિશ્રા, નીરજ બિયાની, અને જેમ્સ નટ્ટલે ગુડગાંવમાં Hector Beverages નામે એક સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી. તે સમયે બજારમાં બોવ મોટું નામ ધરાવતી એનર્જી ડ્રિંક Red Bull ની કિંમતના પાંચમા ભાગની કિંમત રાખીને તેમને પોતાની એનર્જી ડ્રિંક લોન્ચ કરી. આ પીણું શરૂઆતના સમયમાં સારી સફળતા મેળવી પરંતુ ટૂંક સમયમાં વિતરણ ખર્ચ અને બીજા અમુક પ્રકારના પડકારો તેની માટે સમસ્યા બની ગયા. ત્યારે તેમને પોતાના ઉત્પાદનના વિકલ્પો વધારવાની જરૂર હતી. કક્કર એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે, ઉનાળાના ગરમ દિવસોમાં તેઓ એકસાથે લંચ કરી રહ્યા હતા ત્યારે મિશ્રાને તેમની માતા દ્વારા બનાવેલ આમ પન્ના મળતા હતા. તેઓ કહે છે કે તેમને ત્યાં આગળથી Paper Boat Drinks નો વિચાર આવ્યો હતો.

Paper Boat Drinks ની શરૂઆત બે પ્રકારો સાથે થઈ હતી તેમાં એક હતું આમ પન્ના અને બીજું જલજીરા હતું. તે પછી તેમના પ્રકારમાં વધારો કરવામાં આવ્યું અને આમરસ, કાલાખટ્ટા, કોકુમ, ગોલગપ્પે કા પાની અને ઈમલી જેવા બીજા પ્રકાર ઉમેરવામાં આવ્યા. આ પીણાઓ પાઉચમાં પેક કરવામાં આવતા હતા. પેપર બોટ તેના ધરેલું પ્રકારના ટેસ્ટના લીધે ભારતના દરેક ખૂણે તે પહોંચી ગયું છે અને તેને પોતાની એક અલગ પ્રકારની લોકપ્રિયતા બનાવી લીધી હતી.

આ તો વાત થઈ Hector Beverages હવે આપણે પેપર બોટ વિશે વધારે જાણીએ.

Paper Boat Drinks ની બ્રાન્ડ પ્રપોઝિશન ‘drinks and memories’ છે અને આ Paper Boat કંપની જેમની પાસેથી તે છીનવી લેવામાં આવી હતી તેમને બાળપણ પાછું લાવવાનો પ્રયાસ કરે છે. કોઈ પણ વયજૂથના માણસોમાં પોતાના બાળપણની અનેક યાદો રહેલી હોય છે અને તેમની અંદર એક બાળક છુપાયેલ હોય છે. Paper Boat એ વાત પર જ વધારે ધ્યાન આપ્યું અને પોતાની ડ્રિન્કને પણ તે જ દ્રષ્ટિમાં રાખીને બજારમાં લાવ્યા. તેમની વસ્તુના નામ અને ટેસ્ટ પણ આપણે બાળપણની યાદોને યાદ કરાવતા હોય એવું લાગે છે. તેમના દ્વારા કરવામાં આવતી બધી જ જાહેરાતમાં બોટને આગવુ સ્થાન આપવામાં આવતું છે અને તેની સાથે તે બાળપણની યાદો સાથે જોડાયેલ હોય છે. તેમની જાહેરાતની ખાસ વાતએ છે કે તેઓ મોટેભાગે વીડિયો જાહેરાત અને ડિજિટલ જાહેરાત પર વધારે ધ્યાન આપે છે તેના કારણે તેમની જાહેરાત વધુ અસરકારક અને વાઇરલ રહે છે. ચાલો તો અહીંયા આપણે તેમની ખુબ જ વાયરલ થયેલ #FloatABoat માર્કેટિંગ જૂંબેશની વાત કરીએ.

#FloatABoat માર્કેટિંગ જૂંબેશનો મુખ્ય હેતુએ હતો કે તે Paper Boat ના ‘drinks and memories’ના બ્રાન્ડ વિઝનને આગળ લઈ જવામાં મદદ કરશે અને તેની સાથે સાથે લોકોને પોતાની બાળપણની યાદો ફરીથી જીવવામાં મદદ કરશે. Paper Boat દ્વારા #FloatABoat માટે બાળપણમાં બનાવવામાં આવતી કાગળની હોડીને મુખ્ય સ્થાન આપ્યું. ચોમાસા દરમિયાન Paper Boat દ્વારા શાળાકીય શિક્ષણને અને કાગળની હોડીને એકસાથે બાંધવાના ઉદ્દેશ સાથે #FloatABoat માર્કેટિંગ અભિયાનની શરૂઆત કરી. આ માર્કેટિંગ અભિયાન નીચે જ બ્રાન્ડે એવા જરૂરીયાતમંદ બાળકોને શિક્ષિત કરવાનો ઉદ્દેશ જે અમુક કારણોસર શિક્ષણથી વંચિત રહી ગયા છે. આ જાહેરાતની સાથે એક પહેલ કરવામાં આવી હતી. તે પહેલમાં ભાગ લેવા માટે ફક્ત કાગળની બોટ બનાવવાની જરૂર હતી, અને આ કાગળ બોટની તસવીરને કંપનીની વેબસાઈટ પર અથવા ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવા તેમના સોશિયલ મીડિયા પૃષ્ઠો પર અપલોડ કરવાની હતી અને પોસ્ટની સાથે #FloatABoat હેશટેગ જોડવાનું હતું.

#FloatABoat માર્કેટિંગ અંભિયાનને 3 ભાગમાં વેચવામાં આવ્યું હતું જેમાં પહેલા ભાગમાં લોકોએ પેપરની હોડી બનાવીને તેની તસવીર કંપનીના સોશ્યિલ મીડિયા પેજ પર અને વેબસાઈટ પર શેર કરવાના હતા. જયારે બીજા ભાગમાં Paper Boat કંપની દ્વારા તમને મળેલી આવી તસવીરના દરેક એક તસવીર રૂપિયા 20 અનાથ બાળકો, કન્યા બાળકો, અને આદિવાસી વિસ્તારમાં રહેતા બાળકોના શિક્ષણ પાછળ આપવામાં આવ્યા. જ્યારે આ અભિયાનના ત્રીજા ભાગમાં એમઝોન અને પેટીએમ દ્વારા પ્રોડ્યૂક્ટસની ખરીદી કરનારને એક પત્ર આપવામાં આવતો હતો. જે લોકોને શિક્ષણ વિશે વધારે માહિતગાર કરતા હતા અને તેની સાથે સાથે તેમને કાગળની હોડી બનાવવાનું રમુજી કારણ પણ આપતા હતા.

માર્કેટિંગ આ આઈડિયા તેમની બ્રાન્ડ માટે ખુબ જ ઉપયોગી સાબિત થયો અને લોકોએ તેમના આ અભિગમને પણ અપનાવીયો હતો. માર્કેટિંગના આ ભાગમાં આ એક નવી જ પહેલ હતી લોકોને તેમના બાળપણની યાદો સાથે જોડવામાં આવ્યા. આજે મોટાભાગની બ્રાન્ડ માર્કેટિંગના ડિજિટલ શ્રેત્રે આગળ વધી રહી છે અને આજે તે જરૂરી પણ છે. મોટાભાગના લોકો આજે ડિજિટલ થઈ રહ્યા છે અને અને તેમને વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ વડે ટાગેટ કરવા પણ આસાન રહે છે.

Paper Boat Drinks Video Ads

#FloatABoatના માર્કેટિંગ અભિયાનને એક વિડિયો જાહેરાતમાં રૂપાંતિરિત કરવામાં આવ્યું હતું. તમે અહીંયા આગળ તે વિડિયો જાહેરાત જોઈ શકો છો.જેમ આપણે ઉપર વાત કરી એ રીતે વરસાદનો સમય #FloatABoat માર્કેટિંગ અભિયાનને લોન્ચ કરવા માટે યોગ્ય હતો અને તે તેની જાહેરાતમાં પણ જોવા મળે છે. જાહેરાતમાં એક દિવસ વરસાદના સમયમાં સ્કૂલના બાળકોને બહાર રમવાની છૂટ આપવામાં આવે છે. ત્યારે તે બાળકોના માતા-પિતા વર્ગમાં હાજર હતા અને તેમને બે કાગળ આપવામાં આવ્યા હતા અને તેમને એ કાગળમાંથી હોડી બનાવવાનું કહેવામાં આવ્યું હતું. અપેક્ષા મુજબ તેમાંથી અમુક માતા-પિતા જ તે કાગળમાંથી હોડી બનાવામાં સફળ થયા હતા. ત્યારબાદ શિક્ષકે વિર્ધાર્થીઓને વર્ગમાં બોલાવ્યા અને તેમના માતા-પિતાને હોડી બનાવાવમાં મદદ કરવાનું કહ્યું હતું. અંતે એક ઓડિયો વગાડવામાં આવે છે જે કહે છે, “શું તમને હજુ પણ યાદ છે કે કાગળની હોડી કેવી રીતે બનાવવી? એક બનાવો અને બાળકની જેમ રહો.” આ ઓડિયો દ્વારા કંપની લોકોને પેપર બોટને #FloatABoat તરીકે ઓનલાઈન અપલોડ કરવા કહે છે અને અપલોડ કરવામાં આવેલી દરેક બોટ માટે રૂ.20 બાળકોના શિક્ષણ માટે વહેંચવામાં આવશે. કંપનીએ લોકોને આ વાત ફેલાવવા અને સારા હેતુ માટે ભાગ લેવા વિનંતી પણ કરી છે.

Paper Boat Drinks Twitter Ad 

Paper Boat દ્વારા #FloatABoat માર્કેટિંગ અભિયાનને વીડિયો પૂરતું મર્યાદિત રાખવામાં આવ્યું નહતું પરંતુ તેને twitter દ્વારા પણ ચલાવવામાં આવ્યું હતું. અહીંયા આગળ અમે તેમની અમુક twitter પોસ્ટ મૂકી છે.

Float A Boat Twitter Ad Float A Boat Twitter Ad

Youtubeમાં જાહેર કરવામાં આવેલી વીડિયો જાહેરાતને થોડાક જ મહિનામાં ખુબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો. મોટી સંખ્યામાં લોકો તેની સાથે જોડાયા અને #FloatABoat માર્કેટિંગ અભિયાન વધારે વાયરલ થતું ગયું. એક અહેવાલ પ્રમાણે પેપર બોટની વેબસાઈટ પર અપલોડ થયેલ બોટનું દાન પરીવાર આશ્રમ દ્વારા રાખવામાં આવેલ અંદાજે 800 જેટલા બાળકોને આપવામાં આવી હતી. લોકો દ્વારા તેમના આ કામના સારા વખાણ કરવામાં આવ્યા હતા.

આજે આ બ્રાન્ડ 20,000 જેવા રિટેલ આઉટલેટ પર ઉપલબ્ધ છે અને અનેક મોટી મોટી હોટેલમાં અને એરપોર્ટમાં પણ ઉપલબ્ધ છે. અને ડ્રિન્ક બનાવવા માટે માનસરમાં કંપનીના બે પ્લાન્ટ આવેલા છે અને મૈસુરમાં ત્રીજો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

Paper Boatની આ માર્કેટિંગમાંથી આમ તો ઘણું શીખવા જેવું છે જે કોઈ પણ ધંધાના ડિજિટલ માર્કેટિંગ કરવા માટે ઉપયોગી બને છે. આપણે જાણી શકીયે છીએ કે Paper Boat દ્વારા #FloatABoat માર્કેટિંગ અભિયાન યોગ્ય સમય પર રજુ કરવામાં આવ્યો અને તેની સાથે તે વધુ યાદગાર બને એ રીતે આકર્ષક બનાવવામાં આવ્યું હતું. તેની સાથે માર્કેટિંગ અભિયાન હંમેશા બિઝનેસની ટેગ લાઈન પ્રોમોટ કરતુ રહે તે જરૂરી છે. Paper Boatના દરેક માર્કેટિંગ અભિયાન હંમેશા તેની ટેગ લાઈન ‘drinks and memories’ સાથે સંકળાયેલા હોય છે અને તેને પ્રોમોટ કરતા રહે છે. હાલના સમયમાં ડિજિટલ માર્કેટિંગના વિભાગમાં એ પ્રકારની જાહેરાત વધારે વાયરલ થાય છે જે લોકોની લાગણી સાથે જોડાયેલ હોય છે. જે જાહેરાત લોકોની લાગણીને ટચ થઈને તમને હસાવી કે રડાવી શકે તેવી જ જાહેરાત કોઈ પણ બિઝનેસ માટે વધારે ફાયદાકારક સાબિત થાય છે.  જે રીતે  #FloatABoatની જાહેરાત લોકોને તેના બાળપણની યાદો પાસે લઈ જાય છે જેનાથી તેઓ દૂર થઈ ગયા છે. અને પોતાની જાહેરાત દ્વારા લોકો પાસેથી ડિજિટલ મીડિયા સાથે જોડાય તેવી એકશન લેવડાવે છે. સામાજિક પ્રેરિત ડિજિટલ ઝુંબેશએ બ્રાન્ડને તેની વાતને સહેલાઈથી ફેલાવવામાં અને વધુ ગ્રાહકો મેળવવામાં મદદ કરી અને તેમને સાબિત કર્યું કે લોકોની લાગણીને ટચ કરતી અને સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જાહેરાતથી વધારે યાદગાર અને વાયરલ માર્કેટિંગ અભિયાન ચલાવી શકાય છે.

  • શું તમે પણ તમારા બિઝનેસને ડિજિટલ માર્કેટિંગ વ્યૂહરચનાની મદદથી Paper Boat ની જેમ એક બ્રાન્ડ બનાવવા માંગો છો?
  • અમારી Free Digital Audit ની સેવાથી ચાલો તમારા બિઝનેસને એક બ્રાન્ડ બનવા તરફ આગળ લઈ જઈએ.